Thursday, April 9, 2009

ચા બગડી એની સવાર બગડી.

ચા બગડી એની સવાર બગડી.
દાળ બગડી એનો દિવસ બગડ્યો,
સાસુ બગડી એની જિંદગી બગડી.

આ ત્રણેયમાં ચકાચૌંધ કરી દે એવું સામ્ય છે, ત્રણેય પડ્યાં પડ્યાં ઊકળે!
ઊકળવું એ જ એમનો સંદેશ. ઊકળે નહિ ત્યાં સુધી જામે ય નહિ. પરફોર્મન્સ જ ના
આપે. ઊકળે તો જ પરસનાલીટીમાં નિખાર આવે. નિખાર એટલે કેવો? ચા ઊકળે તો લાલ
થાય, દાળ ઊકળે તો પીળી થાય અને સાસુ ઊકળે તો લાલ પીળી થાય ! ( આ ત્રણેયના
કલર ન પકડાય તો ખામી ચૂલામાં સમજવી! ) એક સવાર બગાડે, બીજી દિવસ બગાડે,
ત્રીજી જિંદગી બગાડે. ચાની ચૂસકી, દાળનો સબડકો અને સાસુનો ફડકો ! આ
ત્રણનું કોમ્બીનેશન જુઓ ! ત્રણેય સ્ત્રી જાતિ, અને સુધારવું બગાડવું એના
હાથમાં.

જય માતાજી! જય માતાજી!

No comments:

Post a Comment