મૈત્રી ભાવનું પવિત્ર ઝરણુ મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.
ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયુ મારું ન્રુત્ય કરે,
એ સંતોના ચરણ કમલમાં મુજ જિવનનું આધ્ય રહે.
દિન દુખીયાને ધર્મ વિહોણા દેખિ દિલમાં દરદ રહે,
કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્ત્રોત વહે.
માર્ગ ભુલેલા જીવન પથીકને માર્ગ ચિંધવા ઉભો રહું,
કરે ઉપેક્શા એ મારગની તોયે ક્શ્મતા ચિત ધરું.
માનવતાની ધર્મ ભાવના હૈયે સહુ માનવ લાવે,
વેરજેરના પાપ તજીને મંગલગીતો એ ગાયે.
અશાંતિથી ભાગી જનારને શાંતિ નથી મળતી, પણ અશાંતિની સામે જઈને બાથ ભીડનારને શાંતિ મળે છે.
–ફાધર વાલેસ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment